આ પણ મંતવ્ય જ! This too, Opinion!


બહુ સાંભળ્યું કે “દુનિયા મીથ્યા છે”, “બધુ માયા છે” . હવે સાંભળો: દુનિયા માં બધું જ્ઞાન અસલ માં મંતવ્ય છે.

ફક્ત બની ગયેલી અને રેકોર્ડ કરેલી ઘટના જ છે જે મંતવ્ય નથી. બાકી બધું, લખેલું કે બોલેલું , સમકાલીન કે પ્રાચીન , એ કોઈ ને કોઈ નું મંતવ્ય, માન્યતા, અર્થઘટન , અનુમાન, અટકળ , થીયરી , સિદ્ધાંત, અંદાજ, અટકળ , તુક્કો, ધારણા, પૂર્વધારણા , જજમેન્ટ – ટૂંકમાં, વ્યક્તિગત ધ્રુષ્ટિકોણ –  જ છે!

છાપા માં છપાતું સંપાદકીય, પ્રજામત,  કટારલેખ, બ્લોગ, વી. એ તો ભદ્ર  લોકો નો અલંકારિક મંતવ્ય છે.

આસ્થા એ જામી ગયેલો મંતવ્ય છે.

શું વિજ્ઞાન પણ મંતવ્ય છે?
વિજ્ઞાન દરેક થીયરી/ સિદ્ધાંત/પૂર્વધારણા નું  પ્રમાણ (proof ) માગે છે. એ પ્રમાણ ની વૈજ્ઞાનિક સમુદાય  દ્વારા છાન -બાન  થયા પછી અપનાવવા માં આવે છે. સમય પછી એ થીયરી કે માન્યતા અમાન્ય પણ થઇ શકે. યુરોપ માં એક સમયે માન્યતા હતી કે પૃથ્વી સપાટ છે તથા સૂર્ય પૃથ્વી નું ભ્રમણ કરે છે. Galileo ને આ માન્યતા નું ખંડન કરવા બદલ ત્યાર ની ધર્મ સંસ્થા એ અંધાપો આપ્યો! Newton એ રોજેરોજ જોવા માં આવતા કુદરત ના નિયમો ઘડ્યા જે આજે પણ યથાવત છે પણ Einstein એ પૂરવાર કર્યું કે ન્યુટન ના  નીયમો અતિ વધુ ગતિ થી ચાલતા સુક્ષ્મ તત્વ ને લાગુ નથી પડતા. ત્યાર બાદ Einstein  ના અમુક વિચારો નું ખંડન Quantum Theory – જેનો તર્ક નરસિંહ મેહતા એ 600 વર્ષ પેહલા “જાગી ને જોઉં તો જગત દીસે નહિ” માં કર્યો હતો – પ્રસ્તુત કરવા વાળા વૈજ્ઞાનિકો એ  કર્યું.  એટલે વિજ્ઞાન દ્વારા પ્રમાણ ભૂત થયેલ થીયરી પણ પ્રત્યક્ષ રીતે કામ કરતી દેખાય ત્યાં સુધી જ ખરી!

ભારત ની પ્રાચીન, મૂળ ફિલસુફી ઓ
એ હતી: ચાર વેદ, સાંખ્ય, પૂર્વ-મીમાંસા, ન્યાય-વિસેસીકા, ચર્વક , વેદાન્ત, જૈન, બુદ્ધ.*  આ વિચારધારાઓ નો હેતુ હતો: માનવી ના અસ્તિત્વ નું કારણ, સુખ/દુખ/પીડા ને સમજવું, દુખ/પીડા નું નિવારણ, અને આચાર સંહિતા બનાવવી. આ વિચારધારા શરુ થઇ ત્યારે ખાનગી માલિકી, સાચું/ખોટું/પાપ જેવું કઈ ન હતું. આમાંથી અમુક વિચારધારાઓ નો ક્ષય થયો, કોઈ વિચારધારાના અમુક મૂલ્યો બીજી વિચારધારા માં ભળી ગયા.  નોંધ કરવા લાયક છે કે આમાં ભગવાન નો ખ્યાલ ન હતો. એ પણ નોંધ કરવી જોઈએ કે આ વિચારધારાઓ ના વિકાસ માં અસંખ્ય સાધકો નો સદીઓ ના સમય દરમ્યાન યોગદાન હતો, અને તેઓ સૌ માનવી હતા, કોઈ દિવ્ય અલૌકિક શક્તિ ન હતી.

સમય જતા, વિભિન્ન વિચારધારાઓ માંથી તત્વો લઇ કોઈ ધારા ને આગળ ચલાવવા ના પ્રયાસો એ વાડા ઉભા કર્યા,  જેનું નામ “ધર્મ”  અપાયું.  Actually , ધર્મ નો અર્થ “મૂળ સિદ્ધાંત”  થાય છે, પણ આજે ધર્મ એટલે “Religion”  થઇ ગયો છે. તેમ છતાય, મહાવીર, બુદ્ધ, શંકરાચાર્ય , વલ્લભાચાર્ય, ચૈતન્ય, પરમહંસ, ગુરૂ  નાનક જેવા સાધકોએ પ્રાચીન વિચારધારાઓ માં સંશોધન કર્યું,  નવા વિચાર/માર્ગ બતાવ્યા. પણ આજ ના ધર્મગુરુ, મુની, સંત, સાધુ, પાદરી, મૌલવી કયું સંશોધન/Research કરે છે? સંસાર જેણે છોડી દીધો છે તે સંસારીઓ ની વચ્ચે રહે છે, ખાવા થી માંડી ને સેક્સ સુધી બધી બાબતો ઉપર નીષેદ/બાધા/ નિયમ ફરમાવે છે, કુમળી વાય ના બાળકો ના મન ને ચોક્કસ રીતે વાળવા નું કામ કરે છે.  ક્યાં છે ચિત્રભાનુ, રજનીશ, જે કૃષ્ણમૂર્તિ, દીપક ચોપરા જેવા daring વિચાર્ ધારકો?

જીવવિજ્ઞાન અનુસાર (Biologically ), માનવી તો પ્રાણી જગત ની એક પ્રજાતિ (specie) છે
આપણે Mammalia પ્રજાતિ માં ગણાઈયે. પણ આપણા અને આપણી પ્રજાતિ ના બીજાં સ-સ્તન પ્રાણિયો  (Mammals ) માં ફર્ક શું છે? ફર્ક એ છે, કે માનવી “શા માટે” (why) પૂછી શકે છે. અન્ય પ્રાણિયો જે કઈ ક્રિયા કરે છે તે કુદરત,  મૌસમ, આપોઆપ કરાવે છે, તેમાં સ્વાદ/રૂચી/કારાણ નથી હોતા. પણ માનવી જે કઈ ક્રિયા કરે છે તે કોઈ ને કોઈ કારણ થી જ કરે છે, અરે, સવારે ઉઠવા માટે પણ કારણ છે! “મને ગમે છે” એ પણ કારણ જ છે.  જો આપણે  “શા માટે” (why)  ના પૂછીએ તો આપણા માં અને બીજા પ્રાણિયો  માં શો ફરક?

બીમાર હો તો ડોકટર પાસે જવાઈ, વકીલ પાસે નહિ. પણ સંસારિક સમસ્યા માટે પણ આપણે ધર્મગુરુઓ પાસે પહોચી જૈયે છીએ, તેની સલાહ/ફતવા “why ” પૂછ્યા વગર અપનાવીએ છીએ. આમ પણ, આપણા જીવન મા -બાપ, ટીચર , ધર્મ, સમાજ, કાયદા દ્વારા લદાયેલ, શું કરવું અને શું ના કરવું, એવા અસંખ્ય ફતવા નો ભાર ઘણો નથી?

હું ફિલોસોફરો , વિચાર્ધારકો, સાધકો, ધર્મગુરુઓ વિરુદ્ધ નથી. જેમ કવિ સુંદર કવિતા લખે પણ છે તો સુંદર કલ્પના જ? તેમજ ફિલોસોફરો વિચારવા લાયક સવાલો પૂછે છે અને  જવાબ પણ પ્રસ્તુત કરે છે, પણ છે તો કલ્પના જ ને? જે વ્યક્તિ જીવન નો ઉદ્દેશ શોધવા સંસારી  જીવન ત્યાગવા ઈચ્છે છે એ સ્વેચ્છાએ કરી શકી છે, જે વ્યક્તિ સંસાર માં રેહવા માગે છે તે પણ રહી શકે છે. એક વ્યક્તિ આધ્યાત્મ માં રહસ્ય નો ઉકેલ શોધે છે, અને એક વિજ્ઞાનિક બ્રહ્માંડ ની ઉત્પત્તિ વિશે શોધખોળ કરે છે, બંનેય રીસર્ચ કરે છે, પહેલી વ્યક્તિ મોક્ષ ની થીયરી પ્રસ્તુત કરે છે, બીજો બીગ બેંગ થીયરી પ્રસ્તુત કરે છે. બન્ને સાધક છે. એક ને બીજા કરતા ઉચ્ચ કે પૂજનીય કેમ માની શકાય?

અંત માં
તો! જો બની ગયેલી અને રેકોર્ડ કરેલી ઘટના જ હકીકત છે અને બાકી બધું મંતવ્ય છે, તો આપણે આપણા પોતાના મંતવ્યો કેમ નાં બનાવીએ? જ્યારે તમે તમારી જાત ને કેહ્શો કે આ જે સ્વામી, મુની , લેખક, કે ઈન્ટરવ્યું આપી રહેલ વ્યક્તિ, જે કહી રહી છે એ એક મંતવ્ય/થીયરી/તર્ક છે, તો તમે એને કબુલ કરવા માંથી, સત્ય માનવા માં થી મુક્ત થઇ જશો.

તો જાઓ, બિનધાસ તમારા પોતાના મંતવ્ય, થીયરી બનાવો।

અંત માં, આ પણ મંતવ્ય જ!

Heard enough: “World is a myth’, “Everything is Maaya (Illusion). Now hear this: All Knowledge in the world is Opinion.The only knowledge that is NOT Opinion is an event that has occurred and been recorded. Every other communication,printed or spoken, contemporary or ancient, is someone’s Opinion, Belief, Interpretation, Inference, Speculation, Theory, Intuition, Estimation, Suspicion, Guess, Assumption, Hypothesis, Judgement… in short, a personal View.

Editorials, Guest columns and blogs are high-brow elitist Opinion.

Faith is solidifed opinion.

Is Science also opinion?
Science attempts to prove every theory or hypothesis. The scientific community whets it before it is accepted. Over time it can get rejected too! It was believed in Europe up to a certain era that the Earth was flat and that the Sun revolved around the Earth. This knowledge became fiction when Galileo proved otherwise and was blinded by the Church for that.  Newton’s theories of how things work in day to day life hold even today, but Einstein showed that they don’t hold for all particles and high speeds, and in turn Einsten was challenged by Quantum theory (which finds a hint in Narsinh Mehta’s poem “jagi ne jou to jagat disey nahi’ 600 years ago). So, even theories explained by science are relevant only as long as they can be seen to work.

The original philosophical systems of India
These were the four  Vedas, Samkhya, Purva-Mimansa, Nyaya-Viasesika, Charvaka, Vedanta, Jainism, Buddhism*. These were theories/ attempts to discover the Purpose of Human existence, to understand what is happiness or unhappiness or suffering, how to remove suffering or causes of suffering, and to evolve a moral code. The oldest attempt started at a time when there was no idea of private ownership, right or wrong or sin. Some of these philosophies were given up, some merged into others. Note that God/Bhagwan did not figure in the ancient philosophies. Also note that there were several seekers who contributed to the evolution of each philosophy, and they were all humans, not supernatural powers.

Over time, this wonderful attempt at discovering truth involving taking the best of alternative philosophies created silos which we called “Dharma”. Actually Dharma means “Principals/Ethics” but it has become to mean “Religion”. Seekers like Mahaveer, Buddha, Sankaracharya, Vallabhacharya, Chaitanya, Swami Paramhans, Guru Nanak contributed greatly to the discourse with their own interpretations and reformed thinking. But what “research”/new thinking do contemporary Gurus, Munis, Saints, Monks, Bishops and Maulvis do? Those who have renounced wordly life live within social communities, give advice/fatwas and make you take vows on every subject from food to sex, program/brainwash minds of children of tender age who cant reason. Where are the daring pathfinders like Chitrabhanu, Rajneesh and J. Krishnamurthy? Deepak Chopra?

Biologically, humans are just another species of animals
We are part of a group called Mammalia, which consists of all mammals including humans. But what is it that differentiates humans from other mammals? It is the ability to ASK WHY. Other animals act by nature, by instinct, without taste/interest/desire/reason; humans do every thing – even getting up in the morning –because they choose to, because they want to, i.e. only for a reason; there is a “Why” for everything that they do. We do a lot of things without understanding, “just because we like it” is also a reason. If we don’t ask WHY, what is the difference between us and other animals?

When one is ill, one goes to a doctor not to a lawyer. But we run to a spiritual “guru” for our worldly problems, we accept/adopt their advice/fatwa without asking why. As it is, aren’t the innumerable do’s and don’ts from Parents, School Teachers, Religion, Society, and Law enough burden?

Mind, I am not against Philosophers, seekers. Just as a poet writes beautiful poetry but after all it is just beautiful imagery in words. Similarly, thought leaders pose serious questions and scenarios, and give possible answers, they are still intelligent speculations/ possibilities. Those who want to renounce the world to pursue their quest to discover the meaning and purpose of life should do so of their own will, just as those seekers who want to remain in the worldly should. One comes up with concepts like Moksha, the other comes up with a Big Bang Theory: how can one be superior to the other?

Conclusion
So, if knowledge of a recorded event is the only Knowledge, and everything else is Opinion, then why not make your own (opinions)? When you tell yourself that what the saint, book, newspaper editorial, blog, interviewee, is saying is someone’s opinion, theory or interpretation, you will feel liberated from having to accept it.

So go, make your own opinions.

After all, this too, is opinion!

———————————
* Indian Philosophical Systems
by SibajibanBhattacharyya, M.A. Phd
Published by The Ramakrishna Mission
If you like this post and/or my blogs, do also get my book “One at a Time – 13 amazing stories” online in paperback, ebook or kindle. If you are in India you can get a signed book by ordering directly from me
Visit http://www.pravingandhi.com/one-at-a-time for various options to buy. Rs. 199 in India, $8.99 in USA
Print